SC – ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના

SC - ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના
Spread the love

SC – ધંધાનું સ્થળ ખરીદવા સહાય યોજના

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી.

ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ રૂ. ૧૦ લાખની લોન આપવામાં આવે છે.

બેંકેબલ યોજના અંતર્ગત રૂ. ૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.

બેન્કેબલ યોજના વિશેની જાણકારી માટે : બેન્કેબલ યોજના

નિયમો અને શરતો

(૧) કોઇ આવકમર્યાદા નથી.

(૨) લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.

(૩) બાજપેયી બેંકેબલ યોજના અને ફુટીર ઉધોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે.

(૪) દુકાન શરૂ થયાના ત્રણ માસ પછી સબસીડી ચૂકવવામાં આવશે.

(૫) આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો

ધરાવતાં લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.

(૬) વધુમાં વધુ રૂ.૧૦ લાખની લોન બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે.

(૭) જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ કલીયર છે,

અને જમીન ‘બીનખેતી થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

SC – ધંધાનું સ્થળ ખરીદવા સહાય યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ

(૧) અરજદાર નું આધાર કાર્ડ

(૨) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક)

(૩) સક્ષમ અકારીશ્રી પાસેથી મેળવેલ અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો

(૪) જન્મનું પ્રમાણ પત્ર / શાળા છોડયા નું પ્રમાણપત્ર

(૫) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

(૬) કરાર અથવા બાનાખત ની નકલ

(૭) બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોંગદનામું)

ક્યાં અરજી કરવી?

• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી,

• ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.