પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
Spread the love

PRADHANMANTRI પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો ને પાક સામે વીમા વળતર મળવાપત્ર જોગવાઈ કરેલ છે ખેડૂત ખાતેદાર ને સરકાર મદદ કરે છે.

કોને લાભ મળે?

• બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય.

રજીયાત ઘટક

• બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે.

મરજીયાત ઘટક

• જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે.

PRADHANMANTRI પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કેટલો લાભ મળે?

(૧) આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે.

(૨) ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે.

(૩) ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન.

(૪) લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાક્ની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે.

દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન.

(૫) સ્થાનિક કુદરતી આફ્કતો જ કોઇ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલયથી થતા નુકશાન સામે રક્ષણ.

(૬) આ યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપૂર્વક) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી.

આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો ને પાક સામે વીમા વળતર મળવાપત્ર જોગવાઈ કરેલ છે ખેડૂત ખાતેદાર ને સરકાર મદદ કરે છે.

અન્ય સરકારી યોજના ની જાણકારી

અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના

Covid-19 Vaccination Registration

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રિમીયમ-સાર નીચે મુજબના રહેશે.

 (૧) ખરીફ સીઝન માટે વિમાની રકમના ર ટકા, રવિ સીઝન (શિયાળુ પાક) માટે ૧.૫ ટકા અને વાર્ષિક પાકો (રોકડિયા અને બાગાયતી) માટે વિમાની રકમના ૫ ટકા પ્રીમીયમ તરીક આપવાના રહેશે.

(૨) આ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે. નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમીયમ ભરી વીમો કરવાનો કરાવવાનો રહેશે.

અરજી ક્યાં કરવી?

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.