E-Mudra Loan in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 

Spread the love

E-Mudra Loan in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

Mudra નું પુરૂ નામ શું છે ?

Mudra એટલે Micro Units Development & Refinance Agency થાય છે.

Sbi e-Mudra Loan મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે કે કેમ ?

હા, SBI e-Mudra Loan લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે

હું એસ.બી.આઈ તરફથી રૂપિયા 50,000 ની લોનની રકમ કેવી રીતે મેળવી શકું?

તમે રૂપિયા 50,000/- ની રકમની લોન મેળવવા માટે એસબીઆઈ પાસેથી મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.

મુદ્રા લોનની પરત ચૂકવણીનો સમય કેટલો હોય છે ?

લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.

ઈ-મુદ્રા લોન માટે કોણ અરજી કરી શકે છે?

મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં સંકળાયેલા ધંધા તથા એન્ટરપ્રાઇઝ, કૃષિ પ્રવૃત્તિઓ સહિત SBI પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.

શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે એસ.બી.આઈ માંથી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.

   e-MUDRA Loanની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા Online Application કરી શકો છો. SBI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર ૩ મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. SBI e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો

PMMY ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.

SBI e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસ.બી.આઈ બેંક્માં માં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્‍ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

E-MUDRA
E-MUDRA

ઈ મુદ્રા લોન માટે અગત્યનાં પુરાવાઓ

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. આ લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

gujgovtjobs@gmail.com

Back to top