ટીબી તબીબી સહાય યોજના 2022
યોજના નું નામ : ટીબી તબીબી સહાય
સહાય : 6,000/- રૂપિયા
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : ટીબી રોગ ના દર્દીઓ ને પોષ્ટિક ખોરાક માટે
લાભાર્થી : ટીબી રોગ નાં દર્દીઓ
અરજી નો પ્રકાર : Offline
સંપર્ક : PHC સેન્ટર UHC સેન્ટર
ટીબી તબીબી સહાય યોજના માટે ના આધાર પૂરાવા
ટીબી સહાય નું ફોર્મ ભરી ને જો આપ ગામડા મા રહેતા હોઈ તો આપના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જો શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો અર્બન હેલ્થ સેન્ટર પર જઈ ને નીચે મુજબ ના આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે.
(૧) લાભાર્થી નું આધાર કાર્ડ ની નકલ
(૨) લાભાર્થી ના રેશન કાર્ડ ની નકલ
(૩) વાર્ષિક આવક નો દાખલો
(૪) અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો
(૫) અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો
(૬) લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ
(૭) ટીબીની સારવાર ચાલુ હોઈ તેના બધા રિપોર્ટ અને આધાર પુરાવા
(૮) લાભાર્થી ના 2 ફોટા
જે વ્યક્તિ ને ટીબી રોગ થયો હોય તો તેને ટીબી ની દવા લેવી પડે છે અને સાથે સારો ખોરાક પણ લેવો પડે છે તો સરકાર તરફ થી ટીબી નાં દર્દીઓ જ્યા સુધી તેમને ટીબી રોગ ની દવા ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા એટલે કે ટીબી રોગ ની દવા 6 મહિના સુધી ચાલે છે તો ટીબી નાં દર્દી ને કુલ 3,000 રૂપિયા ની સહાય મળે છે.જેમાં દર્દી જો ગામડા મા રહેતા હોઈ તો તેઓ નજીક નાં PHC સેન્ટર પર જઈ ને સહાય મેળવી શકે છે અને ગામ ના આરોગ્ય કર્મચારી પાસે થી પણ અરજી કરી શકે છે. અને જો દર્દી શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો તેઓ નજીક નાં અર્બન હેલ્થ સેન્ટર પર જઈને આ સહાય મેળવી શકે છે.
આ સહાય પણ ટીબી નાં દર્દી ને સારા ખોરાક માટે ચૂકવવા માં આવે છે જેમાં સરકાર દ્વારા ચાલતા ટીબી રોગ નિર્મૂલન કાર્યક્રમ તરફ થી દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી મા 3,000 ચૂકવવા માં આવે છે.જેમાં NTEP(National Tuberculosis Elemination Program) પ્રોગ્રામ ના સુપરવાઈઝર પાસે થી આની સહાય મેળવવાની હોઈ છે. જેમાં તેઓ જ્યારે ટીબી ની દવા ચાલુ કરે ત્યારે જ આ સહાય માટે દર્દી પાસે થી તેની બેંક ની માહિતી લઈ ને Nikshay Portal પર Online Sabmit કરી આપે છે અને સહાય તરત જ બેંક નાં ખાતા મા DBT દ્વારા જમાં થઈ જાય છે.
એમ કુલ બંને સહાય થકી ટીબી નાં દર્દીઓ ને સરકાર નાં આરોગ્ય વિભાગ તરફ થી ટોટલ 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જે ટીબી નાં દર્દી ને પોષ્ટિક ખોરાક માટે આપવામાં આવે છે.
આ સહાય 2 પ્રકારે ચૂકવવા માં આવે છે. એક સરકાર દ્વારા ચાલતા ટીબી રોગ નિર્મૂલન કાર્યક્રમ તરફ થી દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી મા 3,000 ચૂકવવા માં આવે છે.જેમાં ટીબી સુપરવાઈઝર જ્યારે દર્દી ની દવા ચાલુ કરે છે ત્યારે જ બેંક ની માહિતી દર્દી પાસે થી લઇ ને Online Upload કરી આપે છે અને દર્દી ને દર મહિને 500 રૂપિયા એટલે કે 6 મહિના સુધી 3,000 રૂપિયા ની સહાય મળે છે.અને બીજા 3,000 રૂપિયા દર્દી ને તે જે ગામ ના હોઈ ત્યાં તેમના નજીક નાં આરોગ્ય કેન્દ્ર પર જઈને તબીબી સહાય માટે ની અરજી કરવાની હોય છે જે તમને ગામના આરોગ્ય કાર્યકર અરજી લખી ને તૈયાર કરી આપે છે. અને પછી તે અરજી ને PHC સેન્ટર પર જઈને જમાં કરવાની હોઈ છે.
ટીબી નાં રોગ મા આ સહાય માટે દર્દી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
દર્દી ને ટીબી ની બીમારી થયેલ હોવી જોઈએ.

આ સહાય માટે જે વ્યક્તિ ને ટીબી ની બીમારી હોઈ અને તેઓ હાલ ટીબી ની સારવાર સરકારી દવાખાને કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે.
ટીબી ની સારવાર 6 મહિના ની હોઈ છે માટે દર્દી સરકારી દવાખાના ની સારવાર લેવી જરૂરી છે.
6 મહિના ની ટીબી ની સારવાર પૂર્ણ કરવી ફરજીયાત છે.