7/12 અને 8A ઓનલાઈન મેળવવાની પદ્ધતિ

Spread the love

7/12 અને 8A ઓનલાઈન મેળવવાની પદ્ધતિ

ડિજીટલ યુગમાં દેશ અને ગુજરાતમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. રાજ્ય સરકાર હેઠળ ઘણા બધા વિભાગોમાં Online Portal અમલી બનેલ છે. જેમાં Digital Gujarat Portal પર રાજ્યની મોટા ભાગની સેવા અને યોજનાઓનો લાભ મેળવી શકાય છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને AnyROR Gujarat 2023 અમલી બનાવેલ છે. હવે ખેડૂતો તેમજ દરેક વ્યક્તિઓ આ પોર્ટલ પરથી મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મેળવી શકશે. જમીનોના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. આ DIGITALLY SIGNED ROR નકલ AnyRoR Anywhere Portal અને iORA Portal પરથી મેળવી શકાશે.

ગુજરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા Land Records Online બનાવવામાં આવેલ છે. Gujarat e-Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ ઓનલાઈન સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. AnyRoR @ Anywhere અને iORA Portal જમીના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે.

7/12 અને 8A ઓનલાઈન મેળવવાની પદ્ધતિ

7/12, Utara & 8-A શું છે.

ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 અને 8-અ ઉતારાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ ઉતારાઓમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતી મેળવી શકાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર વિશે માહિતી મેળવી શકાય છે. ખેડૂતોઓએ પાક લોન લીધેલી હોય તો પણ જાણી શકાય છે. અને પાક ધિરાણ લોન પણ મેળવી શકાય છે.


Online Digitally Signed 7/12 Download

જમીન માટેનું અગત્યના ડોક્યુમેન્‍ટ એટલે ગામના નમૂના નંબર 6, 7/12, 8-A ની નકલ છે. આ ઉતારાઓ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. તેમજ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ ડાઉનલોડ પણ કરી શકાય છે. આ ઉતારાઓમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે. જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, આ નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે.

Any RoR Gujarat પરથી કયા-કયા લેન્‍ડ રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાશે.

ગ્રામ્ય વિસ્તારો માટેના રેકોર્ડ

        જે ખેડૂતો કે ખાતેદારોની પોતાની જમીનો ની વિગત ઓનલાઈન જોઈ શકશે. જેના માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

e-CHAVDI (ઈ-ચાવડી)

જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)

જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)

VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)

ગા.ન- 8અ ની વિગતો)

VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)

135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)

New Survey No From Old For Promulgated Village

Entry List By Month Year

Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)

Revenue Case Details

Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)

Know Survery No Detail By UPIN

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat પ્રધાનમંત્રી માતૃવંદના યોજના

શહેરી વિસ્તારો માટેના રેકોર્ડ

               શહેરી વિસ્તારના લોકો પોતાની જમીન કે માલિકની સંપત્તિનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. શહેરી વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

Survey No Detail (સરવે નંબરની વિગતો)

Nondh No.Details

135-D Notice Details

Know Survey No. By Owner Name

Entry List By Month Year

Know Survey No Detail By UPIN

I-ORA Gujarat પર ઓનલાઈન મળતી સેવાઓ

        iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ અધિકૃત વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ ઓનલાઈન પૂરી આપવામાં આવે છે. જે સેવાઓ નીચે મુજબ છે.

પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા

બિનખેતી પરવાનગી મેળવવા

બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી

પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા

જમીન ખરીદવા પરવાનગી મેળવવા

હક્કપત્રક સંબંધિત અરજી

સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ

સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી

જમીન માપણી સંબંધિત અરજી

ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા

ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020